Saturday - May 16, 2026

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનો રવિવારે સ્નેહમિલન તથા સત્કાર સમારોહ

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનો રવિવારે સ્નેહમિલન તથા સત્કાર સમારોહ

મોરબી : આગામી તારીખ 4 જાન્યુઆરી ને રવિવારના રોજ સવારે 9 કલાકેથી મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમ ખાતે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનો સ્નેહમિલન કાર્યક્રમ તથા સત્કાર સમારોહ યોજાશે.

સ્નેહમિલન અને સત્કાર સમારોહમાં આ વર્ષે સરકારી વિભાગોમાં પ્રથમ નિમણૂક પામેલા કર્મચારી ભાઈઓ તથા બહેનોનું સન્માન કરવામાં આવશે. સાથે જ બાળકો માટે સંગીત ખુરશી, લીંબુ ચમચી, મેમરી ટેસ્ટ, ચોકલેટ વીણ, ટાર્ગેટ અને અન્ય હરિફાઈ યોજાશે. આ રમતમાં કેજી થી ધોરણ 10 માં અભ્યાસ કરતાં તમામ બાળકો ભાગ લઈ શકશે. સવારે 9 કલાકે કાર્યક્રમની શરૂઆત થશે અને બપોરે 12 કલાકે ભોજનનું પણ આયોજન કરાયું છે. તો કાર્યક્રમમાં પધારવા મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પરિવારોને આમંત્રણ પાઠવાયું છે.