Friday - Jul 03, 2026

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા 260 તેજસ્વી વિધાર્થીઓનું શિક્ષણ કીટ આપી સન્માન કરાયું

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા 260 તેજસ્વી વિધાર્થીઓનું શિક્ષણ કીટ આપી સન્માન કરાયું

મોરબી : મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ અને પારીવારીક સ્નેહમિલનનું આયોજન તાજેતરમાં દશાશ્રી વણિક જ્ઞાતિની વાડી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કુલ કે જીથી કોલેજ સુધીના 260 વિધાર્થીઓને યોગ્યતા મુજબ શિક્ષણ કીટ અને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. સાથે સમાજના કાર્યમાં કાયમી સહયોગ આપતા દાતાઓ તેમજ ગોસ્વામી સમાજના ગૌરવ એવા સમાજ શ્રેષ્ઠીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

સતત ચાર વર્ષથી વિધાર્થી સન્માન સમારોહની સફળ કામગીરી કરતા મોરબી દશનામ ગોસ્વામી મંડળ ટ્રસ્ટને બિરદાવીને ડૉ મનિષગીરી રાજકોટ, સોમગીરી રાજકોટ, મુકેશગીરી ડેરી વડાળા, વિશાલભારતી ભાવનગર એ યુવક મંડળની ટીમનું સન્માન કર્યું હતું. આ તકે ડો મનીષપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આપણે મંદિર,મઢની પૂજા કરવી એ આપણો ધર્મ છે પણ સાથે તમારા બાળકોને ભણાવવામાં પૂરતું ધ્યાન આપો અને વધુને વધુ શિક્ષિત બનાવો, જેથી તે બાળક ઉચ્ચકક્ષાએ ભણી આગળ વધશે, પરિવાર અને સમા નું ગૌરવ વધશે તેમજ યુવક મંડળ દ્વારા સમાજના વિકાસના હિત માટે દરેક કામ કરે એ હેતુ મંડળમાં પ્રમુખની વરણી દર બે વર્ષે કરવામાં આવે છે જે કામગીરીને બિરદાવી હતી આ સમારોહમાં મોરબી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના દશનામ ગોસ્વામી સમાજ ના આગેવાનો સંતો મહંતોને બહોળી સંખ્યામાં વાલીઓ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળના પ્રમુખ બળવંતગીરી, ઉપપ્રમુખ નિતેષગીરી,મંત્રી અમિતગીરી, ખજાનચી તેજશગીરી, ટ્રસ્ટી દેવેન્દ્રગીરી, હાર્દિકગીરી,પ્રકાશગીરી, સહિત સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

ફોટા રવિ બરાસરા