Wednesday - May 06, 2026

મોરબીમાં સામુહિક આપઘાત,વેપારીએ તેના પત્ની અને દીકરા સાથે આપઘાત કર્યો

મોરબીમાં સામુહિક આપઘાત,વેપારીએ તેના પત્ની અને દીકરા સાથે આપઘાત કર્યો

મોરબીના વસંત પ્લોટમાં સામુહિક આપઘાતની આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે. વેપારીએ તેના પત્ની અને દીકરા સાથે આપઘાત કર્યો હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.

મોરબીમાં વસંત પ્લોટમાં આવેલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં સામૂહિક આપઘાતની બહાર આવી છે. જેમાં વેપારી યુવાન તેના પત્ની અને દીકરાએ  પોતાના ફ્લેટમાં આપઘાત કર્યો છે. ઘરની અંદર ત્રણેયે ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. જેમાં હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર (૫૬), વર્ષાબેન હરેશભાઈ કાનાબાર (૪૫) અને તેના દિકરા હર્ષ હરેશભાઈ કાનાબાર (૨૧)નું મોત નીપજ્યું છે. આ બનાવની જાણ થતાં એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી ગયા છે અને તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં મૃતકો પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં અંગત કારણોસર આ અંતિમ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો છે. જો કે ખરેખર આ પરિવારે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે પોલીસની તપાસમાં જ બહાર આવશે.

મોરબીમાં સામુહિક આપઘાત,વેપારીએ તેના પત્ની અને દીકરા સાથે આપઘાત કર્યો