મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે સ્ત્રી સુરક્ષા સંગઠન, લિયો ગૃપ અને પોલીસ પરિવાર દ્વારા સ્ત્રી સુરક્ષા અંગે જાણકારી પૂરી પાડતો કાર્યક્રમ યોજવામાં આવલ હતો. આ તકે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ડ્રગ્સ અવેરનેસ, સ્ત્રી જાગૃતિ, સેલ્ફ ડિફેન્સ અને સ્ત્રી સુરક્ષા જેવા વિષયો પર જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ તકે સ્ત્રી સુરક્ષા સંગઠનના સંસ્થાપક દેવાંશભાઈ હિરાણી, મોરબી જીલ્લા પ્રમુખ યશભાઈ પરમાર, હિન્દુ વાહિની મોરબી જીલ્લા અધ્યક્ષ કે.બી.બોરીચા, એસઓજી પીએસઆઈ એમ. એસ. અંસારી, એસઓજી એએસઆઈ રસિકભાઈ કડીવાર, લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના ફસ્ટ વાઈસ ડ્રિસ્ટ્રીક ગર્વનર રમેશભાઈ રૂપાળા તેમજ પોલીસની ટીમ હાજર રહ્યા હતા.