Saturday - Apr 25, 2026

લાલસમુદ્રમાં બળવાખોર ચાંચિયાઓના આતંકને પગલે મોરબી સીરામીકના એક્સપોર્ટને મોટો ફટકો

લાલસમુદ્રમાં બળવાખોર ચાંચિયાઓના આતંકને પગલે મોરબી સીરામીકના એક્સપોર્ટને મોટો ફટકો

 ડોમેસ્ટિક માર્કેટમાં ગયા વર્ષે ભયકર મંદી તેમજ વર્ષ દરમિયાન નેચરલ ગેસમાં સતત ભાવવધારાને કારણે મોટો માર સહન કરનાર મોરબીના સીરામીક ઉધોગને નવું વર્ષ સારું રહેશે તેવી આશા પર પાણીઢોળ થયો હતો. ગયા વર્ષે ડોમેસ્ટિક માર્કેટ નબળું રહ્યું હોય ત્યારે એક્સપોર્ટનું લેવલ જળવાય રહ્યાની વચ્ચે હવે નવા વર્ષમાં સીરામીક માટે એક્સપોર્ટમાં પણ મોટા માર સહન કરવાની નોબત આવી છે. જેમાં લાલ સમુદ્રમા હુથી બળવાખોરોએ આતંક મચાવતા તેના અંતકથી બચવા શિપિંગ કંપનીઓએ રૂટ ડાયવર્ટ કરી કન્ટેનર ભાડામાં પાંચ ગણો ભવા વધારો ઝીકતા મોરબીના સિરામિક ઉદ્યોગના હાલના એક્સપોર્ટમાં 35થી 40 ટકા ઘટાડો થયાનું સામે આવતા સીરામીક ઉદ્યોગ ભીંસમાં મુકાય ગયો છે.

ભારત દેશમાંથી સૌથી વધુ મોરબીનો સીરામીક ઉધોગ ટાઇલ્સની વૈવિધ્ય સભર ક્વોલિટીનો મોટાપાયે માલ યુરોપ અને અમેરિકા સહિતની ઘણીબધી કન્ટ્રીઓમાં નિકાસ કરે છે. પણ હાલની વિદેશમાં જે ગંભીર પરિસ્થિતિ છે તેના કારણે મોરબી સીરામીક ઉધોગના એક્સપોર્ટ ઉપર માઠી અસર પહોંચી છે. સીરામીકનો એક્સપોર્ટ થતો માલ લાલસમુદ્રના માર્ગે પરિવહન થતો હોય પણ હાલ ઈરાન સમર્થિત હુથી બળવાખોરો વ્યાપારી જહાજોને નિશાન બનાવી હુમલાઓ કરતા હોવાથી મોટાભાગની શિપિંગ કંપનીઓ લાલ સમુદ્રમાંથી પરિવહન અટકાવી મિડલ ઇસ્ટના દરિયાઈ માર્ગે શિપિંગ કરતા હોવાથી તા.19થી 1500 ડોલરનો સરચાર્જ ઝીકીને કન્ટેનરના ભાડામાં પાંચ ગણો ભવા વધારો ઝીકતા મોરબીના સિરામિક ઉદ્યોગના હાલના એક્સપોર્ટમાં 35થી 40 ટકા ઘટાડો થયો છે. સાથે જ કન્ટેનર બિઝનેશ સાથે જોડાયેલા દિગપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લાલસમુદ્રમાં વર્તમાન સ્થિતિ જોતા અગાઉ જે કન્ટેનર 700 ડોલરમાં જતું હોય એ અત્યારે 3500 ડોલરમાં થઈ જતા ભાડા વધારાને પગલે એક્સપોર્ટર અને ઈમ્પોર્ટર બન્ને તરફથી મુશ્કેલીમાં મુકાયા છે અને આવી જ ગંભીર પરીસ્થિતિ આગામી ત્રણ મહિના સુધી રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું અને મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ હાલ એક્સપોર્ટમાં મોટા મારથી આ ઉધોગ મુશ્કેલીમાં મુકાય ગયાનું જણાવ્યું હતું.