Saturday - May 16, 2026

મોરબી બ્રહ્મસમાજના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી

મોરબી બ્રહ્મસમાજના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી

મોરબી : પરશુરામ ધામ ખાતે સૌરાષ્ટ્ર- કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ મહેતા, મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને કાર્યકારી પ્રમુખ કિશોરભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં બ્રહ્મ સમાજની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
 

મોરબી બ્રહ્મસમાજના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી

જેમાં મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પદે રાજેન્દ્રભાઈ કે ભટ્ટ (આર કે ભટ્ટ), મહામંત્રી પદે જયેશભાઈ દવે, નીરજભાઈ ભટ્ટ ઉપપ્રમુખ પદે દીપકભાઈ મહેતા, કિશોરભાઈ પંડ્યા, મીલેશભાઈ જોશી, રાજુભાઈ જોષી (આશીર્વાદ હોટલ) સહમંત્રી પદે સુરેશભાઈ જોશી, દીપ પંડ્યા, દીપકભાઈ ચાઉં, કાનાભાઈ ગિરધરભાઈ જોષી, સુરેશભાઈ ત્રિવેદી, ખજાનચી પદે રાજુભાઈ પંડ્યા, પ્રોજેક્ટ ચેરમેન પદે રવિન્દ્ર ભટ્ટ, કારોબારી સમિતિમાં ભુપતભાઈ પંડ્યા, હસુભાઈ પંડ્યા, ડો.બી.કે. લહેરૂ, એડવોકેટ જગદીશ ઓઝા, પ્રશાંતભાઈ મહેતા, મહેશ ભટ્ટ અને અતુલભાઈ જોશીની નિમણુંક કરવામાં આવી છે. આ મિટિંગમાં બ્રહ્મ સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ બ્રહ્મસમાજની યાદીમાં જણાવાયું છે.