Monday - Jun 29, 2026

મોરબી અને વાંકાનેરમા વરલીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી અને વાંકાનેરમા વરલીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી : મોરબી શહેરમા નજરબાગ રેલવે સ્ટેશન વિસ્તાર તેમજ વાંકાનેર નવાપરા વિસ્તારમાં પોલીસે ત્રણ અલગ અલગ દરોડામાં વરલી મટકાનો જુગાર રમાડતા ત્રણ આરોપીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

સીટી બી ડિવિઝન પોલીસે નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી આરોપી જીગ્નેશ રાજેશભાઇ ચૌહાણ રહે.ભડિયાદ કાટે, મોરબી વાળાને વરલી મટકાના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1200 તેમજ વરલીનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે અન્ય દરોડામાં વાંકાનેર સીટી પોલીસે નવાપરામાંથી આરોપી સાહિલ હનીફભાઈ ભટ્ટીને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ 10,670 રોકડા તેમજ વરલી મટકાનું સાહિત્ય કબજે કર્યું હતું. જ્યારે નવાપરા જીઆઇડીસીના નાકા નજીકથી લાલજી ભગવનજીભાઈ કૂણપરા નામના શખ્સને રોકડા રૂ.650 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.