Saturday - May 09, 2026

મોરબીના લાલપરમાં દુકાનમાં આગ ભભૂકી ઉઠી

મોરબીના લાલપરમાં દુકાનમાં આગ ભભૂકી ઉઠી

ત્રણ લોકો તુરંત બહાર નીકળી જતા ત્રણેયનો આબાદ બચાવ

મોરબી : મોરબીમાં લાલપર ગામે નેશનલ હાઇવે ઉપર બાપા સીતારામની મઢુલી પાસે એક દુકાનમા ગત રાત્રીના સમયે કોઈ કારણોસર આગ લાગી હતી. આ દુકાનમાં ત્રણ લોકો રહેતા હતા. આગ લાગતા તુરંત જ ત્રણેય લોકો બહાર નીકળી જતા ત્રણેયનો આબાદ બચાવ થયો હતો. ફાયર બ્રિગેડે પણ તુરંત ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ દુકાનની પાછળ રહેણાંક વિસ્તાર હતો.તેથી આ આગ તુરંત કાબુમાં લેવાતા લોકોએ હાંશકારો અનુભવ્યો છે.