Thursday - May 07, 2026

વાંકાનેર નેશનલ હાઈવેથી મહિકા-ઠેબચડા રોડનું ખાતમુર્હત કરતા ધારાસભ્ય

વાંકાનેર નેશનલ હાઈવેથી મહિકા-ઠેબચડા રોડનું ખાતમુર્હત કરતા ધારાસભ્ય

આજ રોજ 67-વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં રાજકોટ તાલુકાનાં મહીકા ગામ ખાતે નેશનલ હાઇવેથી મહીકા-ઠેબચડા રોડનું ખાત મુહૂર્ત ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરનાં વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું

તે પ્રસંગે રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, રાજકોટ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ભરતભાઈ ડાભી, જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી વર્ષાબેન ખુંટ, રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી અજયભાઇ મકવાણા,સહિતના અગ્રણીઓ ને કાર્યકરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા