Monday - Jun 29, 2026

મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ થતાં ચકચાર.

મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ થતાં ચકચાર.

​મોરબી: મોરબી તાલુકાના લુંટાવદર ગામમાં એક યુવતી ગુમ થવાની ઘટના સામે આવી છે. લુંટાવદર ગામના ભરતભાઈ નરશીભાઈ ઝાલરીયાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની પુત્રી ખુશીબેન ભરતભાઈ ઝાલરીયા (ઉ.૨૨) ગત તા. ૧૦-૦૧ના રોજ ઘરેથી મંદિરે દર્શન કરવા જવાનું કહીને નીકળી હતી, પરંતુ ત્યાર બાદ તે પરત આવી નથી.

​પરિવારે ખુશીબેનની ઘરે અને આસપાસ શોધખોળ કરી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો, તેથી તેના પિતાએ પોલીસને જાણ કરી. પોલીસે ગુમ થયાની નોંધ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના ચંદ્રસિંહ પઢિયાર ચલાવી રહ્યા છે.