Saturday - Jul 04, 2026

મોરબીમાં ચાલી રહેલા રવિ કૃષિ મહોત્સવની બીજા દિવસે મુલાકાત લેતા મંત્રી પ્રફુલ પાનસેરીયા

મોરબીમાં ચાલી રહેલા રવિ કૃષિ મહોત્સવની બીજા દિવસે મુલાકાત લેતા મંત્રી પ્રફુલ પાનસેરીયા

મોરબી:- મોરબીના ગોર ખીજડીયા ખાતે યોજાઇ રહેલા રવી કૃષિ મહોત્સવના આજે બીજા દિવસે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા ઉપસ્થિતિ રહ્યા હતાં.

રવિ કૃષિ મહોત્સવના પ્રસંગે પ્રાથમિક માધ્યમિક પ્રોઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ગરીબો અને વંચિતો સુધી આ સરકાર પહોંચી છે. જેથી તેમનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે, કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે. એનાથી ખેડૂતો આધુનિક કૃષિ પદ્ધતિ અપનાવતા થયા છે, વધુમાં તેમને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારોથી અંત્યોદય સુધી કૃષિ ક્ષેત્રની આ ક્રાંતિ પહોંચી છે. સરકારી યોજનાઓ તથા સહાય થકી આજે ખેડૂતો ઘણા સમૃદ્ધ બન્યા છે આજે લગભગ એમ કહી શકાય કે દરેક ખેડૂતના ઘરે ટ્રેક્ટર જેવા આધુનિક કૃષિ સહસાધનો ઉપલબ્ધ છે સોઇલ હેલ્થ કાર્ડની મદદથી ખેડૂત તેમની જમીન અનુસાર પાકની પસંદગી કરી શકે છે. તો આજે સરકાર પણ પશુઓના મોતિયા ઉતારવા સક્ષમ બની છે.

મોરબીમાં ચાલી રહેલા રવિ કૃષિ મહોત્સવની બીજા દિવસે મુલાકાત લેતા મંત્રી પ્રફુલ પાનસેરીયા

ખેડૂતો વિશે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ખેડૂતો કણ માંથી મણ ઉત્પન કરનારા છે, એ માત્ર વ્યક્તિ નહીં પરંતુ જીવન જીવવાની આદર્શ પધ્ધતિ છે ખેડૂત પરિશ્રમ પ્રેમ દયા કરુણા માનવતા અને આત્મીયતાની અનમોલ મૂર્તિ છે. તેમના મૃત્યુ સુધી પોતાના પશુઓની તેઓ પરિવારની જેમ સંભાળ રાખે છે. અને પશુઓના મૃત્યુ પર લાગણીશીલ બની જાય એ ખેડૂત, આપણા વડીલોએ આપણને ભવ્ય વારસો અને મહાન સંસ્કૃતિ આપી છે. ગામડાઓમાં ખેડૂતોએ હજી એ સંસ્કૃતિ સાચવીને રાખી છે, અને આ ભવ્ય વારસો આપણે જાળવી રાખવાનો છે. માટે એ જરૂરી છે કે આપણે સૌ એક બની અને માનવતાના મૂલ્યોને ઉજાગર કરીએ.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ અગ્રણી રણછોડભાઈ દલવાડી તથા કે.એસ.અમૃતિયા હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવ જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ નિષ્ણાતો તથા મોટી સંખ્યામાં ખેડૂતો અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીમાં ચાલી રહેલા રવિ કૃષિ મહોત્સવની બીજા દિવસે મુલાકાત લેતા મંત્રી પ્રફુલ પાનસેરીયા