Thursday - Aug 27, 2026

હળવદના બુટાવડા ગામે નદીના પૂરમાં તણાઈ જવાથી આધેડનું મોત

હળવદના બુટાવડા ગામે નદીના પૂરમાં તણાઈ જવાથી આધેડનું મોત

હળવદના બુટાવડા ગામે આવે નદીના પુલમાં સાયકલ ચલાવી જતા આધેડ નદીના પૂરમાં તણાઈ જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હળવદના બુટવડા ગામે રહેતા રમતુંભાઈ બેચરભાઈ ઝાપડા (ઉ.૫૦) એ ગત તા. ૨૫ ના રોજ સાંજે પોતાની સાયકલ ચલાવી જતા બુટાવડા ગામે નદીના પુરમાં તણાઈ જતા ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.