Friday - Oct 09, 2026

મોરબીમાં મયુરનગરી કા રાજાનું વાજતે ગાજતે ભવ્ય રીતે સ્થાપન કરાયું

મોરબીમાં મયુરનગરી કા રાજાનું વાજતે ગાજતે ભવ્ય રીતે સ્થાપન કરાયું

મોરબીમાં સતત બીજા વર્ષે મયુરનગરી કા રાજા નામના ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય પંડાલ નાખીને આજે ગણેશ ચતુર્થીના પાવન અવસરે ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વાજતે ગાજતે ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું છે અને નવ દસ દિવસ દરરોજ ગણેશજીની પૂજા અર્ચના, ભક્તિસભર અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી દુંદાળા દેવની આરાધના કરાશે. તેમજ વિશેષ આકર્ષણો સાથેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હોય આજે રાત્રિથી જ ભક્તો ગણપતિ દાદાના દર્શન કરવા ઉમટી પડશે.