Saturday - May 16, 2026

મોંઘવારીના માર વચ્ચે પણ વરસાદના કારણે ઓછા ભાવે ખોટ ખાઈને ધંધો કરવા મજબૂર : ગણેશ મૂર્તિકાર

મોંઘવારીના માર વચ્ચે પણ વરસાદના કારણે ઓછા ભાવે ખોટ ખાઈને ધંધો કરવા મજબૂર : ગણેશ મૂર્તિકાર

મોરબીમાં આજથી  વિઘ્ન હર્તા ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ઠેરઠેર પંડાલો નાખી વાજતે ગાજતે  ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગણેશજીની સ્થાપના કરીને આજથી લોકો ગણેશમય બની ગયા છે. જો કે આ ગણપતિની મૂર્તિ બનાવતા કારીગરોની માઠી દશા થઈ ગઈ છે. ગણેશ મૂર્તિકારોએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, મોંઘવારીના માર વચ્ચે પણ વરસાદના કારણે ઓછા ભાવે ખોટ ખાઈને ધંધો કર્યો છે. રૂ.500ની મુર્તિ 200માં અને 20000ની મુર્તિ 5000માં વેચવા મજબુર બન્યા છીએ.  નાના બાળકોના પેટ રળવા, વ્યાજે રૂપિયા લીધા હોવાથી પોસાય નહિ તોય વેચવી પડે મૂર્તિ વેચવી પડી છે.