Friday - May 01, 2026

મોરબીના જેતપર રોડ પર ચોરીનો પ્રયાસ

મોરબીના જેતપર રોડ પર ચોરીનો પ્રયાસ

મોરબીના જેતપર રોડ પર પીપળી ગામની સામે આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ગત રાત્રિના સમયે ફલેટનું 6 તાળું તોડીને ચોરીનો પ્રયાસ કર્યાનું સામે આવ્યું છે. જેમાં પ્રાપ્ત વિગતો મુજબ ગોકુલધામ એપાર્ટમેન્ટના ડી બ્લોકમાં મધરાત્રે  કેટલાક બુકાનીધારી શખ્સોએ ઘુસીને એક બંધ ધરનું તાળું તોડી અંદર જઈને ચોરીનો પ્રયાસ કર્યો હતા. પરંતુ અવાજ થતાં તસ્કરોએ ભાગી ગયા હોય ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.