Tuesday - May 05, 2026

મોરબીમાં વીજ લાઈનના વળતર મામલે ખેડૂતોની જંગી રેલી

મોરબીમાં વીજ લાઈનના વળતર મામલે ખેડૂતોની જંગી રેલી

ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિની આગેવાનીમાં ખેડૂતોએ કલેકટરને આવેદન આપી પરિપત્રો રદ્દ કરવા, રાજસ્થાનની જેમ માર્કેટ ભાવના 400 ટકા વળતર આપવાની માંગ કરી

મોરબી : મોરબી જિલ્લામાંથી વીજ કંપનીઓ ખેતરોમાંથી વીજ લાઇન કાઢી વિજપોલ નાખતા ખેતીની જમીન છીનવીને ઉપરથી યોગ્ય વળતર ચૂકવીને મનમાની ચલાવતા હોવા છતાં સરકારી તંત્ર યોગ્ય કાર્યવાહી કરતું ન  હોય અને ખેડૂતોનું રક્ષણ કરવાને બદલે પોલીસ દમન ગુજરાતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો ભારે રોષ સામે ઘણા સમયથી વીજ કંપનીઓ સામે જંગે ચઢ્યા છે. વીજ કંપનીઓની મનમાની સામે આવેદન આપવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આજે મોરબી જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉમટી પડીને ખેંડુતોની જંગી રેલી નિકળી હતી. વીજ લાઈન મુદ્દે આજે મોરબીમાં ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતોને રેલી વિશાળ રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચીને કલેક્ટરને આવેદન પત્ર આપી ખેડૂતો વિરોધી પરિપત્રો રદ્દ કરવા, રાજસ્થાનની જેમ માર્કેટ ભાવના 400 ટકા વળતર આપવાની માંગ કરી છે.

ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ મોરબી, માળીયા, ટંકારા સહિતના જિલ્લાભરના ખેડૂતોએ રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યું હતું.જેમાં પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે, ખાનગી વીજ કંપનીને બચાવવા માટે  રાજ્ય સરકારના તમામ પરિપત્રો ખેડૂતોની વિરુદ્ધમાં છે. કાયદાથી ઉપરવટ જઈને રાજ્ય સરકારે કરેલા પરિપત્રોથી ખેડૂતોનું હિત જોખમાય  છે. આથી આ પરિપત્રો રદ કરવા સાથે જ માર્કેટભાવ કરતાં 4 ગણું વળતર આપવાની પણ માગ કરી જો આ માગણી નહીં સંતોષાય તો આગામી સમયમાં મોટી સંખ્યામાં ખેડૂત પરિવારો એકઠા થઈને કલેક્ટર કચેરીમાં ધામા નાખવાની ચીમકી આપી છે.

ખેડૂતોએ આવેદનમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, અમારે આ વીજ લાઈનો જોઈએ જ નહીં, કેરળની જેમ જમીનમાંથી કેબલ નાખવામાં આવે. જો કેરળમાં કેબલ નખાતા હોય તો ગુજરાતમાં વીજ લાઇન કેમ નહિ ? જંત્રી ભાવે નહીં રાજસ્થાનની જેમ માર્કેટ ભાવના 400% વળતર આપવામાં આવે. જો નવસારીના કલેક્ટર માર્કેટ ભાવના 4 ગણું વળતર ચૂકવાનું કહે તો મોરબી કલેક્ટર આવો હુકમ કેમ ન કરે ?  વીજ લાઇન અને વીજ પ્રવાહ પણ એક સમાન છતાં જીલ્લા અને તાલુકા મથકોએ ખેડૂતે-ખેડૂતે અલગ અલગ વળતર કેમ ? ખેડૂતોને એક પોલદીઠ ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયા આપવામાં આવે. દરેક પોલદીઠ માસિક 50 હજાર ભાડું + વાર્ષિક ફુગાવાના દર પ્રમાણે દર વર્ષે એમાં વધારો આપવામાં આવે. વીજ લાઇન કોરિડોર માટે પ્રતિ ચોરસ મીટરના 20 હજાર આપવામાં આવે. વીજ લાઈન નીકળવાથી જમીનની કિંમત અડધી થઈ જાય છે તેને નુકશાનમાં ગણવામાં આવે. જમીનની ઘટતી કિંમતને નુકશાન ગણતરીમાં સમાવેશ કરવામાં આવે. વીજ લાઇન વાળી જમીન ખેડૂતો ક્યારેય બિન ખેતી ન કરાવી શકે તેનું મૂલ્ય ગણવામાં આવે. કંપની ખેતરનો ઉપયોગ કરી ધંધો કરે છે તો ખેડૂતોના મિલકત ધારણ કરવાનાના અધિકારનું રક્ષણ કરવામાં આવે. મિલકત ધારણ કરવાના ખેડૂતોના અધિકારનું રક્ષણ સરકાર કેમ કરતી નથી ? ખાનગી વીજ કંપની ધંધો કરે, ખેડૂતોની મિલકતનો 25 વર્ષ ઉપયોગ કરે અને ખેડૂતોને યોગ્ય વળતર ન મળે તે કોઈ કાળે યોગ્ય નથી. જે કાયદાથી નોટિસ આપો એ જ કાયદા મુજબ વળતર કેમ નક્કી કરતા નથી ? નોટિસ 1885, 2003 ના કાયદા મુજબ અપાઈ અને વળતર 2024-25 ના રાજ્ય સરકારના પરિપત્રો મુજબ કેમ ? 2013 જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો, 1885, 2003 ના કાયદા નાબૂદ કરો, 2013 જમીન સંપાદન કાયદા મુજબ વળતર આપો.

 

મોરબીમાં વીજ લાઈનના વળતર મામલે ખેડૂતોની જંગી રેલી

કેન્દ્ર સરકારની 2025ની અને રાજસ્થાન સરકારની 2025 ની SOP નો અમલ કરવામાં આવે. પોલીસ માત્ર ખાનગી વીજ કંપનીના અધિકારોનું રક્ષણ કરવા માટે જ છે ? ખેડૂતોના અધિકારોનું રક્ષણ કરવાની પોલીસની કોઈ જવાબદારી જ નથી ? કાયદા બહાર જઈને કંપનીઓને પોલીસ રક્ષણ આપવાનું બંધ કરે. કંપનીઓને પોલીસ રક્ષણ આપે છે તો ખેડૂતોને પણ પોલીસ રક્ષણ આપે. કેટલાયે ખેડૂતોના ખેતરમાં એક રૂપિયો આપ્યા વગર પોલ ઉભા કર્યા છે તો તંત્ર કેમ ચૂપ છે ? એક રૂપિયો આપ્યા વગર પોલીસ રક્ષણથી ઉભા થયેલા પોલમાં જવાબદાર તમામ અધિકારીઓને ડિસમિસ કરો. પોલીસનું કામ કાયદાનું રક્ષણ કરવાનું છે માત્ર ખાનગી વીજ કંપનીઓનું રક્ષણ કરવાનું નથી. પોલીસ પ્રોટેક્શન આપતા પહેલા કંપનીએ કાયદાનું પાલન કર્યું છે તે તપાસો. ધ ટેલિગ્રાફ એકટ 1885ની કલમ 16(1) મુજબ તમામ કલેક્ટરોએ કરેલા તમામ હુકમ રદ્દ કરવામાં આવે તેવી માંગ કરી છે.