મોરબીના શનાળા રોડ ઉપર આવેલ લાઈન્સનગર વિસ્તારમાં રહેતા યુવાને જીવનમાં કોઈ બાબતે નિરાશ થઈને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હોય તેમજ બીજા આપઘાતના બનાવમાં હળવદમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં મોતની છલાંગ લગાવીને પરણીતાએ આપઘાત કરું લેતા આ બંને બનાવમાં ભારે અરેરાટી મચી ગઇ છે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ લાયન્સનગર શેરી નંબર ત્રણમાં રહેતા વિશાલભાઈ પરસોતમભાઈ ઈન્દરીયા (ઉ.વ.૩૬) નામના યુવાને પોતે પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બાદમાં ૧૦૮ મારફતે તેને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાતા ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો જ્યારે બીજા બનાવમાં હળવદમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે રહેતા કેસરબેન ઉર્ફે રાજલબેન અરવિંદભાઈ ઇટોદરા ઉ.વ.(૨૬) નામની પરણિતાએ કોઈ કારણોસર હળવદ જીઆઇડીસી પાછળના ભાગમાં આવેલ નર્મદાની કેનાલમાં જંપ લગાવી આપઘાત કરી લીધો હતો બાદમાં પોલીસ સહિતનાએ મૃતકની ડેડબોડીને પાણીમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હથી.