Sunday - Jun 21, 2026

મોરબી SSY આયોજિત સ્વામિનારાયણ સંસ્કાર ધામમાં અનેક લોકોએ કર્યા યોગા, પ્રાણાયામ

મોરબી SSY આયોજિત સ્વામિનારાયણ સંસ્કાર ધામમાં અનેક લોકોએ કર્યા યોગા, પ્રાણાયામ

મોરબી સિદ્ધ સમાધિ યોગ પરિવાર દ્વારા યોગ દિવસની ઉજવણીમાં સ્વામિનારાયણ સંસ્કાર ધામના સંતો જોડાયા

મોરબી : વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. યોગ એ ભારતની પ્રાચીન અને અમૂલ્ય પરંપરા છે, જે શરીર, મન અને આત્માના સમન્વયનું વિજ્ઞાન છે. યોગ માત્ર કસરત નથી, પરંતુ સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાની એક ઉત્તમ જીવનશૈલી છે.

મોરબી SSY આયોજિત સ્વામિનારાયણ સંસ્કાર ધામમાં અનેક લોકોએ કર્યા યોગા, પ્રાણાયામ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2014માં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રસ્તાવને સ્વીકારી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.
 
મોરબી SSY આયોજિત સ્વામિનારાયણ સંસ્કાર ધામમાં અનેક લોકોએ કર્યા યોગા, પ્રાણાયામ

યોગના નિયમિત અભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, માનસિક તણાવ ઘટે છે, એકાગ્રતા વધે છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે. આજના વ્યસ્ત અને તણાવપૂર્ણ જીવનમાં યોગનું મહત્વ વધુ વધી ગયું છે.

મોરબી SSY આયોજિત સ્વામિનારાયણ સંસ્કાર ધામમાં અનેક લોકોએ કર્યા યોગા, પ્રાણાયામ

વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા યોગ શિબિરો, જાગૃતિ કાર્યક્રમો અને સમૂહ યોગાભ્યાસનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપે છે.

મોરબી SSY આયોજિત સ્વામિનારાયણ સંસ્કાર ધામમાં અનેક લોકોએ કર્યા યોગા, પ્રાણાયામ

"યોગ કરો, નિરોગી રહો" એ વિશ્વ યોગ દિવસનો મુખ્ય સંદેશ છે.લોકો યોગને દૈનિક જીવનનો એક ભાગ બનાવી સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ જીવન તરફ આગળ વધે એવા હેતુ સાથે મોરબી SSY પરિવાર દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં કોર્પોરેટર નવનીતભાઈ કુંડારિયા, તેમજ અંબારામભાઈ કવાડિયાએ ખુબજ જહેમત ઉઠાવી હતી

મોરબી SSY આયોજિત સ્વામિનારાયણ સંસ્કાર ધામમાં અનેક લોકોએ કર્યા યોગા, પ્રાણાયામ
મોરબી SSY આયોજિત સ્વામિનારાયણ સંસ્કાર ધામમાં અનેક લોકોએ કર્યા યોગા, પ્રાણાયામ