Saturday - May 16, 2026

મોરબીમાં વાવડી ચોકડી પાસે ગેરકાયદે દબાણો પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું

મોરબીમાં વાવડી ચોકડી પાસે ગેરકાયદે દબાણો પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું

ગૌશાળાની દીવાલ, કબીરધામ આશ્રમની ફેન્સિંગ અને રેકડી-કેબિન સહિતના વીસેક દબાણો હટાવી દેવાયા

મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા દર બુધવારે ગેરકાયદે દબાણ હટાવવાની ચાલી કામગીરીમાં આજે બુધવારે પણ શહેરની વાવડી ચોકડીથી છેક વાવડી ગામ સુધી ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવા ડીમોલેશન કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મનપાએ ગૌશાળાની દીવાલ, કબીરધામ આશ્રમની ફેન્સિંગ અને રેકડી-કેબિન સહિતના 20 જેટલા દબાણો હટાવી દીધાનું જાહેર કર્યું છે.

મોરબીમાં વાવડી ચોકડી પાસે ગેરકાયદે દબાણો પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું

મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત આજે વાવડી ચોકડીથી છેક વાવડી ગામ સુધીના રોડ ઉપર ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ડીમોલેશનમાં 18 મીટરના રોડને નડતરરૂપ 20 જેટલા ગેરકાયદે દબાણો હટાવી દેવામાં આવ્યા હતા. જેમાં આ રોડ ઉપર ગેરકાયદે ખડકાયેલા ગૌશાળાની દીવાલ, કબીરધામ આશ્રમની ફેન્સિંગ અને રેકડી-કેબિનો સહિતના દબાણો હટાવી દેવામાં આવ્યા હતા. આ તકે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, અગાઉ માર્ગ અને મકાન વિભાગ હસ્તક રહેલા વાવડી ચોકડીથી ગામ સુધીના રોડનો હવે મોરબી મનપમાં સમાવેશ થવાથી આજે આ માર્ગ ઉપર ટ્રાફીકને નડતરરૂપ તમામ ગેરકાયદે દબાણો ઉપર મનપાનું બુલડોઝર તૂટી પડ્યું હતું અને તમામ ગેરકાયદે દબાણો દૂર કરી તેમજ અગાઉ જ્યાં જ્યાં દર બુધવારે દબાણ હટાવ કામગીરી કરાય હોય ફરી પાછા દબાણો ખડકાયા હોવાથી ત્યાં હવે ફરીથી ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી કરાશે તેમ તેમણે જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે, મોરબી મહાપાલિકાની રચના થતા જ એટલે એક વર્ષથી મનપા શહેરમાં અવિરતપણે દબાણો હટાવવાની કામગીરી કરે છે. પણ હકીકતમાં આ ડીમોલેશનનો સામાન્ય વર્ગના ધંધાર્થીઓ ભોગ બને છે. અત્યાર સુધી લારી, ગલ્લા, ફેરિયા, ગરીબોના ઝુંપડા તેમજ દુકાનો બહારના છજા કે ઓટલા, પગથિયાં સહિતના નાના જ દબાણો દૂર કરાયા છે. કોઈ મોટા દબાણોને ઉની આંચ પણ આવી નથી. કાયદો બધા માટે એક સરખો હોવાની દુહાય આપતું તંત્ર મસમોટા દબાણો દૂર કરવામાં કેમ ટૂંકું પડે છે તેવો સામાજિક કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો.

મોરબીમાં વાવડી ચોકડી પાસે ગેરકાયદે દબાણો પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું
મોરબીમાં વાવડી ચોકડી પાસે ગેરકાયદે દબાણો પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું