મોરબીના કાલીકા નગર ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના ભવ્ય સામૈયા કરવામાં આવ્યા છે. મહાકુંભ પ્રયાગરાજ ખાતે મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 રત્નેશ્વરીદેવીને પદવી અર્પણ કરવા આવી છે. તેથી મોરબીના કાલીકાનગરના ગ્રામ્યજનો દ્વારા ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતા. અને મોરબીના જલારામ મંદિર દ્વારા બાળકોને બટુક ભોજન કરવામાં આવ્યું હતું તેમજ ઠાકરશીબાપા પાંચોટીયા તરફથી દરેક બાળકોને દક્ષિણા અર્પણ કરવામાં આવી હતી.