Friday - Apr 24, 2026

મચ્છુ કઠીયા સઈ સુતાર દરજી જ્ઞાતિ સમસ્ત રાઠોડ પરિવાર (રામગઢ કોયલી)

મચ્છુ કઠીયા સઈ સુતાર દરજી જ્ઞાતિ સમસ્ત રાઠોડ પરિવાર  (રામગઢ કોયલી)

મચ્છુ કઠીયા સઈ સુતાર દરજી જ્ઞાતિ સમસ્ત રાઠોડ પરીવાર (રામગઢકોયલી) ટંકારા દ્વારા તારીખ ૯-૬-૨૦૨૪ ને રવિવારના રોજ ટંકારા સ્થિત ચામુંડા માતાજીના મઢ ખાતે માતાજીના ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 

મચ્છુ કઠીયા સઈ સુતાર દરજી જ્ઞાતિ સમસ્ત રાઠોડ પરિવાર  (રામગઢ કોયલી)

આ મહાયજ્ઞમાં સવારે માતાજીના શ્રૃંગાર સાથે ઢોલના સથવારે વાજતે ગાજતે માતાજીની ધજાના સામૈયા કરી ધ્વજારોહણ કરાયું હતું. મંદિરે યોજાયેલા ચંડી મહાયજ્ઞમાં રાઠોડ પરિવારના કુલ 700 લોકોએ યજ્ઞ દર્શનનો લાભ લીધો હતો અને સાથે સાથે ૫૬ ભોગ અન્નકૂટ દર્શનનો પ્રસાદ સાથે લાભ લીધો હતો અને આયોજનને ખુબ યાદગાર બનાવી દિધો હતો રાઠોડ પરીવારના ભાઈઓ અને બહેનોએ ખુબ સાથ સહકાર આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જે બદલ દરેક કાર્યકર મિત્રો અને સાથે સંકળાયેલા દરેક પરીવારના સંભ્યો તેમજ સમસ્ત રાઠોડ પરીવારે સહ હર્દય સાથે સૌનો આભાર વ્યક્ત  કર્યો હતો.