Tuesday - Apr 21, 2026

નવા બનેલા રસ્તાના કામમાં લોટ પાણીને લાકડાનો આક્ષેપ

નવા બનેલા રસ્તાના કામમાં લોટ પાણીને લાકડાનો આક્ષેપ

મોરબી જિલ્લાના ઘણા ગામડાઓમાં ગ્રામ પંચાયત વર્ષોથી કાર્યરત હોય અને સરકાર દ્વારા સમયાંતરે ગામડાઓના ઉધાર કરવા માટે લાખોની ગ્રાન્ટ ફળવાતી હોવા છતાં અનેક ગામો હજુ વિકાસથી વંચિત છે. જેમાં લાખોની ગ્રાન્ટમાં મલાઈ તારવવા માટે બધાય જવાબદારો અમુક અમુક હિસ્સો ગપચાવી જતા હોય ગ્રાન્ટ ઓછી બચતા લોકોના કામો ગુણવત્તાસભર બનતા નથી. તેનું મોટું ઉદાહરણ મોરબીનું અદેપર ગામ છે. અદેપર ગામથી લખધીરપુર ગામને જોડતા માર્ગ બનાવ્યાને એક વર્ષ જ થયું હોય આટલા ટૂંકાગાળા રોડના કામમાં લોટ પાણી ને લાકડા જેવી હલકી કક્ષાની સામગ્રીનો ઉપયોગ થયો હોય એમ આ માર્ગ ભંગારમાં ફેરવાય ગયો છે.

મોરબી તાલુકાના અદેપર ગામમાં 1200ની આસપાસ વસ્તી હોય પણ હાલ ગામમાં 700ની વસ્તી સામે માત્ર 30 ટકા જ શિક્ષિત વર્ગ છે. એનું મોટું કારણ ગામમાં પ્રાયમરી સ્કૂલ હોય ઉચ્ચ શિક્ષણ દૂર હોવાથી 30 ટકા પુરેપુરા શિક્ષિત બાકીના મોટાભાગના અર્ધશિક્ષિત ગણાય છે. જો કે હાલના ગામના તમામ બાળકો પુરેપુરા શિક્ષિત થાય તે માટે તેના વાલીઓ ભારે જાગૃત બનીને સારું શિક્ષણ અપાવી રહ્યા છે. આ ગામ મકનસર નજીક આવેલ અજમેર ચોવીસીથી અલગ પડીને 1971માં નવું અદેપર ગામ વસ્તુ છે. મોટાભાગના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હોય અને ગામમાં પાણી, લાઈટ, સફાઈ, ગામની શેરીઓના સારા રોડ રસ્તા, ભૂગર્ભ ગટર સહિતની સુવિધાઓથી ગ્રામજનો એકંદરે સુખી સંપન્ન છે. પણ એક વાતનું મોટું દુઃખ છે. જેમાં આ ગામથી લખધીરપુર ગામને જોડતો રોડ એક વર્ષ પહેલાં નવો બનાવવામાં આવ્યો હતો. જેનો ગેરંટી પિરિયડ ત્રણ વર્ષનો હોય પણ એક વર્ષમાં જ આ રોડ તૂટી ગયો હતો. એટલે રોડ બનાવવા માટેની ગ્રાન્ટમાંથી કોન્ટ્રાકટર સહિત તમામ જવાબદારો અમુક હિસ્સો કમિશન રૂપે તારવી લેતા રોડનું કામ નબળું થવાથી આ રોડ એક વર્ષમાં તૂટી ગયો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.