મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી પાસેના વરિયા દેવના મંદિર નજીક રોડ ઉપર આવેલ ભૂગર્ભ ગટર વારંવાર ઉભરાય છે. જો કે આ હમણાંથી ભૂગર્ભ ગટરની ઉભરાતી ગટરની ગંદકીએ માજા મૂકી છે.સતત ગટરની ગંદકી ઉભરાયને રોડ ઉપર પથરાય છે અને રોડ ઉપર ગટરના ગંદા પાણીના તલાવડા ભરાયા છે. આથી મચ્છર સેનાનું આક્રમણ વધ્યું છે.તેથી રોગચાળાનું જોખમ સર્જાયું છે. જો કે આ મુખ્ય રોડ હોય અને વરિયા મંદિરમાં સ્પે વાડી -હોલ આવેલો હોય દદરોજ અનેક પ્રસંગો યોજાતા હોવાથી લોકોને ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબુર બનવું પડે છે.આથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આસપાસમાં રહેણાંક વિસ્તાર હોય આ ગટરની ગંદકી લોકોને વધુ પરેશાન કરી રહી છે. ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. ઘણા દિવસોથી આ ગટર ઉભરાતી હોવા છતાં નિભર તંત્ર દાદ દેતું ન હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.