Saturday - Oct 03, 2026

હળવદના કવાડિયા ગામે મકાનમાંથી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

હળવદના કવાડિયા ગામે મકાનમાંથી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

મોરબી : હળવદના કવાડિયા ગામે રહેણાંક મકાનમાંથી દારૂની 4 બોટલ અને 45 ચપલા મળી આવતા પોલીસે મકાન માલિક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

હળવદ પોલીસે કવાડિયા ગામે એક રહેણાંક મકાનમાં દરોડો પાડતા ત્યાંથી રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ. ની બોટલ નંગ ૪ જેની કિ.રૂ ૫૨૦૦/- તથા બ્લુ સ્ટ્રોક વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની પ્લા.ની બોટલ નંગ ૪૫ જેની કિ.રૂ ૪૫૦૦ મળી કુલ કિ.રૂ ૯૭૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો. આ વેળાએ આરોપી વિશાલભાઇ અરજણભાઇ ચારોલા હાજર ન મળી આવતા તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે.