વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ એક્ઝિમિસ ગ્રીન ફિલ્ડ નામના કારખાનામાં કામ કરતા મૂળ ચોટીલા તાલુકાના સાપર ગામના વતની નવઘણભાઈ દિનેશભાઇ જમોડ ઉ.20 નામના યુવાનને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.