પોલીસે 2600 લીટર આથો, 275 લીટર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં મોરબી એલસીબીની પેરોલ ફર્લો સ્ક્વોડે દરોડો પાડી દેશી દારૂનું મીની કારખાનું ઝડપી લઈ 2600 લીટર આથો, 275 લીટર દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 1.31 લાખની મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જો કે, આરોપી હાથ લાગ્યો ન હતો.
મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર તાલુકાના વિરપર ગામની સોરસગો સીમમાં આરોપી મનીષ ઉર્ફે મનોજ રામજી મકવાણા રહે.વિરપર (માટેલ) વાળો પોતાની વાડીમાં મોટા પાયે દેશી દારૂ બનાવતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા વાડીમાંથી 2600 લીટર આથો, 275 લીટર દેશી દારૂ તેમજ દારૂ ગાળવાના સાધનોમાં ગેસના ચૂલા, બકડીયા, સ્ટીલની થાળી, પાટલી સહિત કુલ રૂપિયા 1,31,800નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ રજીસ્ટર કરાવી હતી.