મોરબી : મોરબીની જાણીતી રિયલ ક્રિકેટ એકેડેમીના વિશાલભાઈ દેવજીભાઈ ભીમાણીના માતૃશ્રી લક્ષ્મીબેન દેવજીભાઈ ભીમાણી (ઉ.વ.61) તે દેવજીભાઈ કરમશીભાઈ ભીમાણીના પત્ની તથા સ્વ.ગણેશભાઈ કરમશીભાઈ ભીમાણી, આણંદભાઈ કરમશીભાઈ ભીમાણી, બાવનજીભાઈ કરમશીભાઈ ભીમાણી, શાંતિલાલ કરમશીભાઈ ભીમાણીના ભાભીનું તા.26ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું તા.28ને સોમવારના રોજ સવારે 8થી 10 શિવ હોલ, સ્કાયમોલ સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. બેસણા સાથે શ્રી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ પણ યીજીને પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.