વાંકાનેર:- વાંકાનેર ખાતે તાલુકા વહીવટની ટિમ દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન વાંકાનેરની પ્રખ્યાત અમરસિંહજી શાળા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ અને પ્રદર્શન શરુ કરવામાં આવ્યું છે. આ કૃષિ મહોત્સવમાં તાલુકા ભરમાંથી મોટી સંખ્યામાં ખેડુતો આવ્યા હતા.
મુખ્યમંત્રી દ્વારા બે દિવસ માટે ખુલ્લો મુકવામાં આવ્યો.
આજરોજ કૃષિ મહોત્સવને બે દિવસ માટે મુખ્યમંત્રીના હસ્તે વર્ચુલી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં વાંકાનેર પ્રાત ના અધિકારી મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. અને મોટી સંખ્યામાં ખેડુતો અને લોકો પણ હાજર રહ્યા હતા.