મેસેજ ખોલતા જ મોબાઈલ હેંગ થઈ જતો હોવાની ફરિયાદ
મોરબી:- મોરબીમાં ગઈકાલ રાત દરમિયાન સાયબર ગઠિયાઓનો નવો કિમ્યો જેમાં અનેક વૉટ્સએપ ગ્રુપમાં અભદ્ર વીડિયો સહિતના મેસેજનો મારો થયો હોય અને આ મેસેજ ખોલતા મોબાઇલ હેન્ગ થઈ જતો હોવાની અનેક ફરિયાદો ઉઠી છે જેથી લોકો આવા મેસેજ ન ખોલે અને ચેતી જાય તે જરૂરી,
મળતી માહિતી પ્રમાણે સાયબર ગાંઠિયાઓએ મોરબીના અનેક પોલિટિકલ વૉટ્સએપ ગ્રુપ પર નિશાન તાક્યા હતા, ગઈકાલે રાત્રિના સમયે મોરબીના અનેક પોલિટિકલ તેમજ અન્ય વૉટ્સએપ ગ્રુપને નિશાન બનાવી ધડાધડ અભદ્ર વિડિયો એપ અને મેસેજ નાખ્યા હતા. ઘણા લોકો એપ ડાઉનલોડ કરતા જ મોબાઈલ હેંગ થઈ ગયો હતો.
પછી જો કે તમામ ગ્રુપના એડમીનો આ મેસેજ ડીલીટ કરવાના કામે લાગ્યા હતા. ઉપરાંત જે એકાઉન્ટમાંથી આ મેસેજનો મારો દોડાવવામાં આવ્યો હતો, તે એકાઉન્ટને રીમુવ કરવામાં આવ્યું હતું, આ એકાઉન્ટનું નામ રિયા લાઈવ હોવાનું જાણવા મળ્યું હતું, લોકોને આવા વૉટ્સએપ મેસેજ ઇગ્નોર કરવા જોઈએ, જેથી કરીને સાયબર ગઠિયાઓ જે આ રીતના ફ્રોડ મેસેજ કરે તેનાથી બચી શકાય.