Thursday - Apr 23, 2026

વાંકાનેર-મોરબી હાઈવે પર દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

વાંકાનેર-મોરબી હાઈવે પર દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

મોરબી: મોરબી જિલ્લા એલસીબીની ટીમે વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર રાણેકપર ગામ નજીકથી દારૂના મોટા જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે બે વાહનો રોકીને તપાસ કરતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
​પોલીસને મળેલી બાતમી મુજબ, બોલેરો પીકઅપ (GJ-36-V-8323) અને એક સ્કોર્પિયો (GJ-36-AJ-3900) માં ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી હતી. પોલીસે આ વાહનોની તલાશી લેતા, ઘરવપરાશના સામાનની આડમાં સંતાડેલી 1680 બિયરના ટીન અને ઓર ખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને વાહનો સહિત કુલ ₹17,19,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

​આ કેસમાં પોલીસે હળવદ તાલુકાના જુના દેવળિયા ગામના ત્રણ આરોપીઓ – કલ્પેશ જયંતી અધારા, કલ્પેશ ઉર્ફે બાબુ જેઠા કળોતરા અને યોગેશ શના સીસાની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા ચોથા આરોપી વિજય જયંતી અધારાની શોધખોળ ચાલી રહી છે.

​વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી મોરબી જિલ્લા એલસીબીના પી.આઈ. એમ.પી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ હેડ પીએસઆઈ અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. સ્થાનિક પોલીસ વધુ તપાસ કરી રહી છે.