Saturday - Jul 04, 2026

મોરબીમાં દિવ્યાંગ બાળકોને લાલો ફિલ્મ દર્શાવી

મોરબીમાં દિવ્યાંગ બાળકોને લાલો ફિલ્મ દર્શાવી

મોરબી : મોરબીમાં તા. 21-11-2025ના રોજ મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળાના વિદ્યાર્થીઓને સ્કાય મોલમાં લાલો ફિલ્મ બતાવવામાં આવી. જેમાં પંકજભાઈ દોશી, ગીતાબેન દોશી, રોટે. સોનલબેન શાહ, રોટે. અમિતભાઈ પટેલ હજાર રહ્યા હતા. આ પ્રોગ્રામના સ્પોન્સર રોટે. પ્રકાશભાઈ દોશી અને ગીતાબેન દોશી હતા. આ પ્રોજેકટમાં નાસ્તો કરાવ્યો હતો. જેના સ્પોન્સર રોટે. સોનલબેન શાહ હતા. સ્કાય મોલના મેનેજર રાજુભાઈ ભટ્ટ દ્વારા બાળકોને વેફરના પેકેટ આપવામાં આવ્યા હતા. પ્રકાશભાઈ તેમજ ગીતાબેન દિવ્યાંગ બાળકો માટે એક પ્રેરણાદાયક કાર્ય કરી રહેલ છે. ત્યારે રોટરી ક્લબ મોરબીએ આભાર વ્યક્ત કર્યો હતો.

મોરબીમાં દિવ્યાંગ બાળકોને લાલો ફિલ્મ દર્શાવી
મોરબીમાં દિવ્યાંગ બાળકોને લાલો ફિલ્મ દર્શાવી