Friday - May 01, 2026

ટંકારાના લજાઈ ગામે બાંધકામના લાકડાના પાટિયા પરત આપવાનું કહેતા આધેડને માર માર્યો

ટંકારાના લજાઈ ગામે બાંધકામના લાકડાના પાટિયા પરત આપવાનું કહેતા આધેડને માર માર્યો

 ટંકારા તાલુકાના લજાઈ ગામે સ્મશાન નજીક પાણીના ટાકા પાસે રહેતા કિશોરભાઈ જીવાભાઈ ચાવડા અને આરોપી બાબુભાઇ મોહનભાઇ સારેસાએ અગાઉ બાંધકામનો સામાન ભાગીદારીમાં ખરીદ્યો હોય જેમાં લાકડાના બે પાટિયા બાબુભાઇ સારેસા પાસે રહી ગયા હોવાથી ગત તા.28ના રોજ ફરિયાદી કિશોરભાઈએ બાબુભાઇને પોતાના બે લાકડાના પાટિયા પરત આપવાનું કહેતા આરોપી બાબુભાઈએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.