Wednesday - Aug 19, 2026

ઢુંવા માટેલ રોડ પર વાહન અકસ્માતમાં શ્રમજીવીનું મોત

ઢુંવા માટેલ રોડ પર વાહન અકસ્માતમાં શ્રમજીવીનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા માટેલ રોડ પર સ્ટાઈલિન સિરામિક પાસે ગઈકાલે સવારના સમયે અજાણ્યા વાહન ચાલકે જીતેન્દ્રભાઈ કનૈયાલાલ માલવી નામના શ્રમિકને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે મુકુટસિંહ મોહનલાલ જાટવ રહે.હાલ મિલેનિયમ સિરામિક, સરતાનપર રોડ વાળાએ અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.