Sunday - Jul 12, 2026

મોરબી જિલ્લામાં કોરોનાની તેજ રફતાર, નવા 4 કેસ

મોરબી જિલ્લામાં કોરોનાની તેજ રફતાર, નવા 4 કેસ

જુના કેસમાંથી 2 દર્દી રિકવર થતા હવે 7 કેસ એક્ટિવ રહ્યા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા છે. સામે બે દર્દી રિકવર થઈ ગયા છે. જેથી હવે એક્ટિવ કેસનો આંક 7એ પહોંચ્યો હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

હાલ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં કોરોનાના દરરોજ મોટી સંખ્યામાં કેસો આવી રહ્યા છે. સામે મોરબી જિલ્લામાં હજુ કોરોનાના સિંગલ ડિજિટમાં જ કેસ આવી રહ્યા હોવાથી રાહત છે. મોરબી જિલ્લામાં અગાઉ 5 કેસ નોંધાયેલ હતા. તેવામાં ગઈકાલે અને આજે નવા બે-બે કેસ નોંધાયા છે. આ ચારેય કેસ સિટી વિસ્તારના છે. સામે બે દર્દી રિકવર થઈ ગયા છે એટલે હવે એક્ટીવ કેસનો આંક 7એ પહોંચ્યો હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું છે.