Monday - Oct 05, 2026

ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીમાં દવા છાંટતી વેળાએ ઝેરી અસરથી ખેતમજૂરનું મોત

ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીમાં દવા છાંટતી વેળાએ ઝેરી અસરથી ખેતમજૂરનું મોત

ટંકારા : ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે ભયલુભા ઝાલાની વાડીએ કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની મહેશભાઈ સુબાનભાઈ મછાર ઉ.18 નામના યુવાનને ગત તા.20ના રોજ ખેતરમાં ઝેરી દવા છાંટતી વેળાએ દવાની અસર થઈ જતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.