Sunday - May 03, 2026

ખેલૈયાને વરસાદનું વિઘ્ન પણ ન નડયું, મોરબીમાં ચાલુ વરસાદે રાસ ગરબે ઘૂમ્યા

ખેલૈયાને વરસાદનું વિઘ્ન પણ ન નડયું, મોરબીમાં ચાલુ વરસાદે રાસ ગરબે ઘૂમ્યા

મોરબી : મોરબીમાં ખેલૈયાનો ઉત્સાહ એટલી હદે જોવા મળ્યો હતો કે, ગઈકાલે રાત્રે પડેલા વરસાદનું વિઘ્ન પણ તેમને રાસ ગરબે રમવામાં ડગમગાવી શક્યું ન હતું. જેમાં મોરબીના રવાપર ઘુનડા રોડ પર મહાબલી હનુમાન મંદિર સામે આવેલ પટેલ સોસાયટી ગરબી મંડળના ખેલૈયાઓ ગઈકાલે રાત્રે વરસતા વરસાદમાં હેતથી ભીંજાઈને પણ માતાજીની ગરબીમાં ગરબા ગાઈને રાસ ગરબા પણ રમ્યા હતા. ગઈકાલે પડેલા વરસાદને લીધે વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ હતી. એકબાજુ ચાલુ વરસાદ અને ઉપરથી ઠંડી જેવો માહોલ વચ્ચે પણ ખેલૈયાથી રાસ ગરબે રમ્યા વગર રહેવાયું ન હતું અને સાઉન્ડ ચાલુ થતાની સાથે પહેલા પગ થિરકતા પાર્કિંગમાં રમ્યા બાદ આનંદમાં આવી જતા બહાર ખુલ્લા આકાશમાં ચાલુ વરસાદમાં આનંદનો ગરબો લઈને માતાજીની આરાધના કરી હતી.

ખેલૈયાને વરસાદનું વિઘ્ન પણ ન નડયું, મોરબીમાં ચાલુ વરસાદે રાસ ગરબે ઘૂમ્યા
ખેલૈયાને વરસાદનું વિઘ્ન પણ ન નડયું, મોરબીમાં ચાલુ વરસાદે રાસ ગરબે ઘૂમ્યા