સુરત ખાતે થોડા સમય પહેલા એક જાહેર કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ સમસ્ત પાટીદાર સમાજની લાગણી ઉપર નિર્દોષ કુંઠારાઘાત કરી પાટીદાર સમાજની ટીન એજ યુવતીઓને ટાર્ગેટ કરી આ દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરતા આ મહિલા સામે સમસ્ત મોરબી જિલ્લા પાટીદાર સમાજે મહારેલી અને આવેદનપત્ર આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આ મહિલા સામે કાર્યવાહી નહિ થાય તો સમસ્ત સમાજ આંદોલન કરશે એવી ચીમકી આપી છે.
લવ જેહાદ મુદ્દે ભડકાઉ ભાષણ આપતા અને હિન્દુત્વ મુદ્દે જાહેર મંચ ઉપર પોતાની જાતને સાચા હિન્દુવાદી નેતા ગણાવતા કાજલ હિન્દુસ્તાની અગાઉ વિવાદાસ્પદ વિધાનોથી પ્રકાશમાં આવ્યા હોય પણ હવે મોરબી જિલલ્સના પાટીદાર સમાજની ટીન એજ દીકરીઓની ઈજ્જત ઉપર વાર કર્યો છે. અને પાટીદાર સમાજની દીકરીઓને સરાજાહેર બદનામ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ મોરબીમાં પ્રચંડ રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મહિલા સામે કફક કાર્યવાહીની માંગ સાથે આગામી તા.30ને શનિવારે પાટીદાર સમાજના મોટી સંખ્યામાં લોકો મહારેલી યોજી તંત્રને આવેદનપત્ર આપશે, કાજલ હિન્દુસ્તાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા માંગ કરવામાં આવશે અને આ કાર્યવાહી ન થાય ત્યાં સુધી લડત ચલાવવાનું એલાન આપ્યું છે.