Friday - Jul 17, 2026

જોધપર ઝાલા ગામનાં શહીદ આર્મી જવાનના પરિવારને રૂ. 1 લાખની સહાય અર્પણ

જોધપર ઝાલા ગામનાં શહીદ આર્મી જવાનના પરિવારને રૂ. 1 લાખની સહાય અર્પણ

મોરબી : મોરબીના સેવાભાવી યુવાન અજયભાઈ લોરીયા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.તેમાંય ખાસ છેલ્લા ઘણા સમયથી તેઓ શહીદ પરિવારને જરૂરી આર્થિક મદદ કરી રહ્યા છે. ભારત દેશની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ થયેલા આર્મી જવાનનોના ઘરે જઈ તેમના પરિવારને મદદરૂપ થવા માટે આર્થિક સહાય કરે છે. ત્યારે તેઓએ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામનાં આર્મી જવાન પરેશકુમાર સારેસા ઉદ્ધમપુર-જમ્મુ ખાતે શહીદ થયા હતા. જામનગર ખાતે એમના પરીવારને મળીને 1 લાખ રૂપિયાની આર્થીક સહાય કરી માં ભારતીનું ઋણ ચુકવ્યું છે.

જોધપર ઝાલા ગામનાં શહીદ આર્મી જવાનના પરિવારને રૂ. 1 લાખની સહાય અર્પણ
જોધપર ઝાલા ગામનાં શહીદ આર્મી જવાનના પરિવારને રૂ. 1 લાખની સહાય અર્પણ