Wednesday - May 06, 2026

મોરબીની નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં જોબ પ્લેસમેન્ટનું આયોજન થયું

મોરબીની નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં જોબ પ્લેસમેન્ટનું આયોજન થયું

મોરબી : તા. 18 માર્ચને મંગળવારના રોજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનાં સુપ્રીમો પી. ડી. કાંજીયાની પ્રેરણાથી નવયુગ કોલેજમાં ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ માટે અનેક નેશનલ અને મલ્ટી નેશનલ કંપનીઓ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજવામાં આવી હતી. મોરબીની નવયુગ કોલેજમાં BBA, MBA જેવા પ્રોફેશનલ કોર્ષની સાથે કુલ દસ વિવિધ કોર્ષિસ ચાલે છે જેમાં ફાઇનલ વર્ષમાં ભણતાં વિદ્યાર્થીઓ માટે નવયુગ કોલેજના કરિયર એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા જોબ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં મોરબીની અનેક નેશનલ તથા મલ્ટીનેશનલ કંપનીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ થતાંની સાથે જ નોકરીની તક પૂરી પાડી હતી. આ પ્રસંગે નવયુગ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયા, કેમ્પસ ડાયરેકટર રાવલ, કોલેજના પ્રિન્સીપાલ વોરા અને નિલેશ મીરાણીએ હાજર રહી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. નવયુગ કોલેજમાં જોબ પ્લેસમેન્ટ માટે કોલેજના પ્રોફેસર બ્રિજેશ બરાસરાનો મો.નં. 8511998697 પર સંપર્ક કરવા જણાવાયું છે.