ટંકારા : ટંકારા તાલુકાના સજ્જનપર ઘુંનડા ગામે રહેતા વૃદ્ધને જમીન બાબતે ચાલતા જુના ઝઘડાના મનદુઃખમાં ચાર ભત્રીજાઓએ લાકડાના ધોકા વડે બેફામ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના સો ઓરડી વિસ્તારમાં વરિયાદેવ મંદિર પાછળ રહેતા ધનજીભાઈ દેવજીભાઈ જાદવ ઉ.વ.70નામના વૃદ્ધ ગત તા.8ના રોજ સજ્જનપર ઘુંનડા ગામે મહાકાળી માતાજીના મંદિર ખાતે શ્રીફળ વધારવા ગયા હતા ત્યારે તેમના ભત્રીજા દેવજીભાઈ માવજીભાઈ જાદવ, હરેશભાઇ માવજીભાઈ જાદવ, રમેશ માવજીભાઈ જાદવ અને નરેશ માવજીભાઈ જાદવે અગાઉના જમીનના ઝઘડાનો ખાર રાખી મંદિરે આવવું નહીં તેમ કહેતા ધનજીભાઈએ કહ્યું હતું કે, આ તમારા માતાજી છે તેમ અમારા પણ માતાજી છે. જેથી ઉશ્કેરાઈ ગયેલા ચારેય આરોપીઓએ લાકડાના ધોકા વડે માર મારી જનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.