Sunday - May 03, 2026

મોરબીના વાવડી રોડ ઉપર ભગવતીપરામાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરાશે

મોરબીના વાવડી રોડ ઉપર ભગવતીપરામાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરાશે

મોરબીમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીને લઈને અનેરો ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ઠેરઠેર ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીના આયોજન કરવામાં આવ્યા છે. ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર ભગવતીપરામાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરાશે. આ વિસ્તારમાં જય દ્રારકાધીશ ગ્રુપ દ્વારા તા.7ના રોજ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે કચ્છની કોયલ ગણાતા લોકગાયિકા કુંવરબેન આહીરના સથવારે રાસ ગરબા અને રાત્રે 12 વાગ્યે મટકીફોડનો કાર્યક્રમ યોજાશે.