Monday - Jul 06, 2026

જલારામ મંદિર મહિલા મંડળ-ડો.કુસુમબેન દોશી અન્નપૂર્ણા રથના માધ્યમથી

જલારામ મંદિર મહિલા મંડળ-ડો.કુસુમબેન દોશી અન્નપૂર્ણા રથના માધ્યમથી

 મોરબીના જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલમાં પ્રસુતિ બાદ દાખલ રહેલી 40 જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘીનો શીરો અર્પણ કરવામાં આવ્યો હતો.

જલારામ મંદિર મહિલા મંડળ-ડો.કુસુમબેન દોશી અન્નપૂર્ણા રથના માધ્યમથી

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે આજે મોરબીના જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શહેરની સિવિલ હોસ્પીટલ ખાતે 40 જેટલી પ્રસુતા માતાઓને દોશી પરીવારના સહયોગથી ચોખ્ખા ઘીનો શીરો અર્પણ કરવામાં આવ્યો હતો.