રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ અને જલારામ પ્રાર્થના મંદિર મંડળ દ્વારા વિનામૂલ્યે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. જેમાં આ સંસ્થાના અગ્રણી નિર્મિત કકકડે જણાવ્યું હતું કે, મોરબીવાસીઓની વિવિધ રીતે સેવા કરવા માટે સમાજના કેટલાક સેવાભાવીઓએ વર્ષ ૧૯૯૯માં રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબીની સ્થાપના કરી હતી અને વર્ષ ૨૦૦૮ માં જલારામ પ્રાર્થના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ વર્ષ ૨૦૦૦માં વૈકુંઠ રથ સેવાનો પ્રારંભ કરાયો હતો. જેમાં આ અંતિમ યાત્રા બસ છે.જે મૃતદેહોને અવવલ મંઝિલે પહોંચાડવાનું ભગીરથ કામ કરે છે. અત્યાર સુધીમાં એટલે કે 24 વર્ષમાં 2432 જેટલા મૃતદેહોને અવવલ મંઝિલે પહોંચાડીને અંતિમ વિધિમાં મદદ કરી છે. સેવાનો એકપણ રૂપિયા સામેથી કોઇની પાસેથી લેવાતો નથી. મૃતકોના પરિવારજનો પાસેથી પણ એકપણ રૂપિયો લેવામાં આવતો નથી.જો કોઈ સામેથી દાન દેવા ઈચ્છે તો એનો અસ્વીકાર થતો નથી. એ દાન લઈ લરવામાં આવે છે. બાકી આ અંતિમ યાત્રા બસ સેવામાં ડિઝલનો જે પણ ખર્ચો થાય એ સંસ્થા ભોગવે છે. જલારામ બાપાની કૃપાથી જે દાન આવે તેમાંથી ડીઝલનો ખર્ચ કાઢવામાં આવે છે.જલારામ મંદિરે કાયમ સદાવ્રત ચાલે છે.આ બધી સેવાકીય પ્રઃવૃત્તિઓ વિનામૂલ્યે ચાલે છે. જેમાં રાહતદરે અડદિયા વિતરણ સહિતની પ્રવૃત્તિઓથી સેવા માટે ફંડ એકત્ર કરાય છે.
અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓઃ-
વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, શબવાહીની સેવા, ફ્રીઝ શબ પેટી, સામુહીક અસ્થિ વિસર્જન સેવા, બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર, મેડિકલ સાધનો ની સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની વ્યવસ્થા જેમાં બંને ટાઈમ માં કુલ ૫૦૦ જેટલા લોકો દરરોજ પ્રસાદ નો લાભ લે છે.
કુદરતી આફત સમયની સેવાઃ-
વર્ષ ૨૦૦૧ ના ભુકંપ માં મૃતદેહો ને અંતિમ સંસ્કાર તેમજ ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવા માં આવી.
કોરોના ના લોકડાઉન માં ૧ લાખ થી વધુ ફુડ પેકેટ વિતરણ, નેબ્યુલાઈઝર વિતરણ, એમ્બ્યુલન્સ સેવા,
પુર-વાવઝોડા માં સ્થળાંતરિતો માટે ભોજન ની વ્યવસ્થા
દરમાસ ની ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી કેમ્પ જેમાં આજ દીન સુધી માં ૩૯ કેમ્પ માં કુલ ૧૧૪૪૬ લોકોનુ સચોટ નિદાન થયુ તેમજ ૫૧૯૦ લોકો ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પમાં સફળ ઓપરેશન થયા એટલે આટલા લોકોને વિનામૂલ્યે નવી દ્રષ્ટિ મળી છે.
સામૂહિક અસ્થિ વિસર્જન સેવા
આ સંસ્થા દ્વારા સામૂહિક અસ્થિ વિસર્જન સેવા કરવામાં આવે છે. બિન વારસી લાશોની અંતિમ વિધિ કરીને તેના અસ્થી ભેગા કરવામાં આવે છે. તેમજ કોઈ સોમનાથ ખાતે ન જઈ શકતા હોય તેવા લોકોના મૃત સ્વજનોના અસ્થિ એક કળશમાં દર વર્ષે એકવાર સોમનાથ ખાતે સામુહિક વિસર્જન કરવામાં આવે છે.