Monday - Nov 23, 2026

મોરબી સબ જેલના જેલર એચ.એ. બાબરીયાની વડોદરા બદલી, જનક જોષીની મોરબી ખાતે નિમણૂક

મોરબી સબ જેલના જેલર એચ.એ. બાબરીયાની વડોદરા બદલી, જનક જોષીની મોરબી ખાતે નિમણૂક

મોરબી : રાજ્યના જેલ વિભાગ દ્વારા જેલર ગ્રુપ-2 સંવર્ગમાં કરવામાં આવેલા બદલીના હુકમ અંતર્ગત મોરબી સબ જેલના જેલર એચ.એ. બાબરીયાની વડોદરા મધ્યસ્થ જેલ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે તેમના સ્થાને અમદાવાદ મધ્યસ્થ જેલમાં ફરજ બજાવતા જેલર જનક કુમાર બી. જોષીની મોરબી સબ જેલ ખાતે નિમણૂક કરવામાં આવી છે.

અમદાવાદ સ્થિત જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા તા. 20 નવેમ્બર 2026ના રોજ આ અંગેનો કાર્યાલય આદેશ કરવામાં આવ્યો છે. જેમાં એચ.એ. બાબરીયાને મોરબીથી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે અને જનક કુમાર બી. જોષીને અમદાવાદથી મોરબી સબ જેલ ખાતે મુકવાનો હુકમ કરી બદલીનો તાત્કાલિક અસરથી અમલ કરવા સૂચના આપવામાં આવી છે.