Saturday - Jul 11, 2026

મોરબીમાં ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી

મોરબીમાં ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી

મોરબી : આજે અષાઢી બીજના પાવન પર્વે મોરબીના ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો ધર્મોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. હરે રામા હરે ક્રિષ્ના નાદ સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે. આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.

આજે અષાઢ સુદ બીજ એટલે કે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજી વર્ષમાં એકવાર નગર ચર્યાએ નીકળે છે, ત્યારે નગરજનો બધા કામ પડતા મૂકી દર્શન માટે ઉમટી પડે છે. મોરબીમાં ઇસ્કોન મંદિર દ્વારા આજે ભગવાન જગન્નાથજીની ભાવભેર શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. આ શોભાયાત્રાના આકર્ષક રથમાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી તથા બહેન સુભદ્રાજી બિરાજમાન છે. આ રથયાત્રા જડેશ્વર મહાદેવ મંદિરેથી શરૂ થઈ અયોધ્યાપુરી રોડ, નેહરુ ગેટ ચોક થી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. શોભાયાત્રાનું ઠેર-ઠેર ભાવિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ સંચાલક જયેશભાઈ ભાડેસીયા સહિતના મહાનુભાવો જોડાયા હતા.