Saturday - Jul 11, 2026

હળવદમાં બહેને લવમેરેજ કર્યાના સાતેક મહીના વીતવા છતાં દાઝ મનમાં રહી જતા ભાઈએ બેન-બનેવીને આપી ધમકી

હળવદમાં બહેને લવમેરેજ કર્યાના સાતેક મહીના વીતવા છતાં દાઝ મનમાં રહી જતા ભાઈએ બેન-બનેવીને આપી ધમકી

હળવદ : હળવદ તાલુકાના ડુંગરપુર ગામની યુવતીએ સાત વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કરી લીધા બાદ ગત તા.9ના રોજ પોતાના ડુંગરપુર ગામે જતા યુવતીના ભાઈએ યુવતી અને તેના પતિને જાનથી મારી નાખવા ધમકી આપી ગાળો આપતા આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મૂળ હળવદના ડુંગરપુરના વતની લતાબેન હનુભાઈ વિઠ્ઠલાપરાએ સાતેક વર્ષ પૂર્વે અનિલભાઈ ભરતભાઇ આકરિયા સાથે પ્રેમલગ્ન કરી લીધા બાદ હાલમાં મોરબીના પીપળી ગામની શિવપાર્ક સોસાયટીમાં રહે છે.જેમાં ગત તા.9ના રોજ લતાબેન અને તેમના પતિ ભરતભાઇ ડુંગરપુર ગામે જતા લતાબેનના ભાઈ અશ્વિનભાઈ હનુભાઈ વિઠ્ઠલાપરા લાકડાનો ધોકો લઈને આવી લતાબેન અને તેમના પતિને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે લતાબેનની ફરિયાદના આધારે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.