Monday - Jul 06, 2026

મોરબીના જાબુડિયા અને પાનેલી ગામના પાણીના વહેણ GIDC ને કારણે બંધ થયા

મોરબીના જાબુડિયા અને પાનેલી ગામના પાણીના વહેણ GIDC ને કારણે બંધ થયા

પાણીના વહેણ ખુલ્લા ન થાય તો પાણીમા પાનેલીની માનવસર્જિત જળ હોનારત થશે

મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ કેસ નોંધવા દાદ માંગી છતાં કેસ ન નોંધ્યાનો આક્ષેપ
મોરબીના પાનેલી અને જાબુડિયા ગામ નજીક નવી જીઆઇડીસી બની રહી હોય એ જીઆઈડીસીને કારણે આ બન્ને ગામના માર્ગો અને કુદરતી પાણીના નિકાલના સ્થળો બુરાય ગયા છે અને આ વરસાદી વહેણ બંધ થઈ જવાથી મોરબી જેવી જ જળ હોનારત થઈ શકે છે એવી દહેશત છે.મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ કેસ નોંધવા દાદ માંગી છતાં કેસ ન નોંધ્યાનો આક્ષેપ કરાયો છે.

જાંબુડીયા સર્વે નંબર ૧૪૬ પાનેલી સર્વે નંબર ૧૪૦/૨ ના કુદરતી વરસાદી પાણીના હોકળાઓ વહેણ બંધ કરી નાખવામાં આવ્યા છે તેમજ જાહેર માર્ગો એક બીજા ગામ જવા માટેના બંધ કર્યા છે જીઆઇડીસી દ્વારા        રસ્તા અને કુદરતી વરસાદી પાણીના હોકળાઓ ખુલ્લા કરવાની સંપૂર્ણ સત્તા મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ મામલતદાર હોય જીઆઇડીસી સામે કેસ દાખલ કરવા ગત તારીખ ૧૦/૬ થી દાદ માગી છે. તેમ છતાં આજ દિવસ સુધી કેસ દાખલ નથી કરતા કે નથી સ્થળ ઉપર રોજકામ કરવા આવતા.  વધુ વરસાદ પડે એટલે પાણીમા પાનેલી જેવી માનવસર્જિત જળ હોનારત થઈ શકે છે.

લોકોના જાનમાલને ખુબ જ મોટું નુક્સાન થાય તેમ છે. કુદરતી વરસાદી પાણીના હોકળાઓ વહેણ બંધ થતાં જાંબુડીયા, લખધીરપુર પાનેલી સહિતના ગામોના લાગું પડતા ખેતર લોકોને ખુબ મોટું નુક્સાન થાય તેમ છે.  છતાં પણ મામલતદાર વિધિવત કેસ દાખલ કરવા લેખીત રજુઆત કરી દાદ માગી છે તેમ છતાં આજ દિવસ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરી નથી. રૂબરૂ મળીને કાકલૂદી કરી છે. તેમ છતાં કેસ દાખલ નથી કરતા તેવું ફરિયાદી. રાજુભાઈ માધાભાઇ ભરવાડએ જણાવ્યું છે.