તંત્ર વાહકોએ 2 દિવસમાં મચ્છુ નદીના પટ્ટમાં ગેરકાયદે બાંધકામ હટાવી લેવાની નોટિસ આપતા
મોરબીના સ્વામિનારાયણ મંદિર દ્વારા જ જાતે ગેરકાયદે બાંધકામને હટાવવાનું કામ શરૂ
જાગૃત નાગરિકોની ફરિયાદને પગલે તંત્ર ઊંઘતું ઝડપાયું હતું
મોરબીની મધ્યે નીકળતી મચ્છુ નદીને પટ્ટમાં બીએપીએસ સ્વામી નારાયણ મંદિરના સંચાલકોએ નદીના વહેણની આડે મસમોટી સળંગ દીવાલ ચણી મજબૂત પિલર ખડકી દીધા બાદ જાગૃત નાગરિકોએ નદીના પટ્ટમાં પાણી અવરોધીને ગેરકાયદે બાંધકામ થયાનો અવાજ ઉઠાવતા અંતે જિલ્લા કલેકટરે નગરપાલિકાના અધિકારી, અધિક કલેકટરની ટિમો મેદાનમાં ઉતારીને તપાસ કરાવતા સ્વામિનારાયણ મંદિર દ્વારા ગેરકાયદે દબાણ થયાનું ખુલતા નગરપાલિકાએ બે દિવસમાં દબાણ હટાવી લેવાની સ્વામિનારાયણના તમામ વહીવટકર્તાઓને નોટિસ આપતા આ સંસ્થાએ આજથી નદીના પટ્ટમાંથી ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે.
મોરબીમાં છેલ્લાં કેટલાક દિવસોથી મચ્છુ નદીના ખુલ્લા પટ્ટમાં સ્વામી નારાયણ મંદિર દ્વારા નદીના વહેણને અટકાવ8ને ગેરકાયદે ખડકેલો બાંધકામનો મામલો ભારે ચર્ચાસ્પદ બની ગયો છે. જેમાં ઘણા સમય પહેલા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરના વહીવટ કરતા દ્વારા મચ્છુ નદીના ખુલ્લા પટ્ટમાં બાંધકામ ખડકી દેવાયું હતું. પણ પ્રથમ દ્રષ્ટિએ જ સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ ગેરકાયદે હોવાનું દેખાતું હોવા છતાં તંત્ર ઊંઘતું રહ્યું હતું. પણ જાગૃત નાગરિકોએ આ આંખા મામલાને તંત્ર સમક્ષ લાવીને પડકાર્યો હતો. જાગૃત નાગરિકોએ સ્વામી. સંસ્થાએ ગેરકાયદે બાંધકામ કર્યું હોવાની ફરિયાદ કરતા કલેકટર અને ચીફ ઓફિસર સાહિત્યના અધિકારીઓએ જાત તપાસ કરતા જ બાંધકામ ગેરકાયદે હોવાનું ખુલતા અગાઉ એક મહિનાની મુદત આપ્યા બાદ હવે ચોમાસું નજીક આવતા ગઈકાલે નગરપાલિકાએ સ્વામી.સંસ્થાને વધારાના બાંધકામ અને દિવાલ તોડી પાડવા મંદિરના 12 જેટલા વહીવટકર્તાઓને વધુ એક વખત નોટીસ ચોમાસામાં નદીમાં પૂર આવે અને જાનહાની થાય તો મંદિરના વહીવટકર્તા જવાબદાર રહેશે તેવો નોટીસમાં ઉલ્લેખ કરતા વહીવટકર્તાઓ રેલો આવ્યો હોય તેમ આજે સવારથી આ સંસ્થા દ્વારા જાતે જ પોતે ખડકેલા ગેરકાયદે દબાણને દૂર કરવાની કામગીરી શરૂ કરી છે અને તંત્ર પહેલા જ સંસ્થા જાતે જ ગેરકાયદે બાંધકામ તોડી પાડશે કે કેમ તે જોવું રહ્યું ?