મોરબી : મોરબી મનપા વિસ્તારમાં ઓનલાઈન બાંધકામની મંજૂરી અંગે અસમંજતા જોવા મળી રહી છે. આથી બિલ્ડર એસોસિએશને મોરબી મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી ઓનલાઈન બાંધકામની મંજુરી ઝડપથી અને સરળતાથી આપો તેવી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી મહાનગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં 2.0 તેમજ ગામતળ સિવાયના વિસ્તારમાં 1.8 એફ.એસ.આઈ. ગુજરાત સરકારના સી.જી.ડી.સી.આર.મુજબ હાલ મળે છે.તેમાં વધારો કરવામાં આવે જેથી બાંધકામ ઉદ્યોગને વેગ મળી રહે. ગુજરાત સરકારના સી.જી.ડી.સી.આર.મુજબ હાલ મોરબી ડી-4 કેટેગરીમાં આવે છે. તેમાં ફેરફાર કરીને 0.3 કેટેગરીમાં સમાવવામાં આવે જેથી મોરબી મનપા વિસ્તારમાં રાજકોટ, અમદાવાદ, સુરર જેવા શહેરોની જેમ હાઈરાઈઝ બીલડીગોનું નિર્માણ થઈ શકે. મોરબી મનપા વિસ્તારનો નવો ડેવલપમેન્ટ પ્લાન્ટ ડીપી બનાવવામાં આવે જેના પરથી મોરબીનો ટીપી પ્લાન બની શકે અને લોકોને પાયાની સવલતો ઝડપથી મળી રહે અને ટાઉન પ્લાનિંગ અધિકારીની નિમણૂક કરવાની માંગ કરી છે.