Saturday - Jun 27, 2026

મોરબીના બિલ્ડર એસોસિએશનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીને ડી ફોર કેટેગરીમાં જ સમાવો

મોરબીના બિલ્ડર એસોસિએશનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીને ડી ફોર કેટેગરીમાં જ સમાવો

મોરબી:- ક્રેડાઈ ગુજરાત અને મોરબી બિલ્ડર એસોસિયેશન દ્વારા ગત તારીખ 31 ના રોજ મુખ્યમંત્રી સાથે મુલાકાત દરમિયાન મોરબી બિલ્ડર એસોસિએશનના પ્રમુખ સંતોષભાઈ શેરસીયા તેમજ ક્રેડાઈ ગુજરાતના અગ્રણીઓ દ્વારા બાંધકામને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.

    ડી–2 માં 40% કપાત બાંધકામ ક્ષેત્ર માટે મરણતોલ...

મુખ્યમંત્રી સાથે રજૂઆતમાં જણાવી હતું કે મોરબીને CGDCR ની જોગવાઈ મુજબ D–4 કેટેગરીમાં લેવામાં આવે જ્યાં સુધી ઓથોરિટી ડિકલેર ના થાય ડેવલોપમેન્ટ પ્લાન ડિકલેર કરીને તે ફાઇનલ ના થાય, ટીપી સ્કીમમાં 50% વિસ્તાર ડેવલપ ના થાય ત્યાં સુધી આ નવી બનેલ તમામ મહાનગરપાલિકાઓ ને D–2 કેટેગરીમાં સમાવિષ્ટ ના કરવામાં આવે. 
  D-4 કેટેગરીમાં પુરી એફ.એસ.આઇ મળે છે જ્યારે D–2 કેટેગરીમાં 40% કપાત આવે છે જે બાંધકામ ક્ષેત્ર માટે મરણતોલ છે.

ભાવિ વિકાસમાં અડચણ ઊભી ના થાય તે હેતુસર નવી TP સ્કીમોમાં 18 મીટરથી મોટા રોડ મુકવામાં આવે. શક્ય હોય તો 24 મીટરથી નાના રોડ મુકવા નહીં. વધુમાં નવી મહાનગરપાલિકાઓની તમામ TP સ્કીમોની બેઝિક એફ.એસ.આઇ.માં વધારો કરી આપવો આવશ્યક છે. કારણ કે હાલમાં મળવા પાત્ર એફ.એસ.આઇ. ખૂબ જ ઓછી છે અને તેના પરિણામે પ્રોજેક્ટ પોસ્ટમાં જમીનની કિંમત વધારે લાગે છે જે તારીખે નવી આઠ મહાનગરપાલિકાઓને D-2 કેટેગરીમાં સમાવિષ્ટ કરેલ છે તે તારીખ પહેલાના ઇન્વર્ડ થયેલ પ્લાન મંજૂર કરી જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવે.

D-4 કેટેગરી હાલ જ્યાં જ્યાં ઓથોરિટી ડિકલેર કરેલ છે ત્યાં સત્ય ત્વરિત ડીપી બનાવીને કે ટીપી સ્કીમ બનાવીને ઝડપથી ડેવલપમેન્ટ થાય તે માટે સરકાર તરફથી સહકાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે જ્યાં સુધી તમામ નવી મહાનગરપાલિકાઓમાં ટાઉન પ્લાનિંગ સ્કીમના અધિકારીઓ ટેકનિકલ સ્ટાફ તથા એન્જિનિયર્સ વિગેરેની જરૂરી માત્રામાં ભરતી ના થાય અને તમામ ડીપીટીપી ઓથોરિટી બની ન જાય ત્યાં સુધી આ તમામ મહાનગરપાલિકાઓને ડી-4 કેટેગરીમાં રાખીને 12 મીટરનો ક્રોસ વે રોડ મુકાવીને એન.એ. પરવાનગીઓ આપવામાં આવે જ્યાં ટીપી સ્કીમ બનાવવાની શક્યતા છે ત્યાં જ જમીનમાં કપાત લેવામાં આવે પણ જ્યાં ટીપી સ્કીમ બનાવવાની શક્યતા જ નથી અને રિવાઈઝડ પ્લાન મંજૂર કરવા શક્ય છે ત્યાં અને શહેરોની વચ્ચોવચ જે જમીનો NA કરવાની બાકી હોય પ્લાન પાસ કરવાના બાકી હોય કે પ્લાન રિવાઈઝડ માટે આવે તેવા વિસ્તારોમાં 12 મીટરનો ક્રોસ રોડ મુકવા પહેલા જે રીતે એને પરવાનગી આપતા હતા તે રીતે જ એને પરવાનગી આપવાનું ચાલુ રાખવામાં આવે તેવી મોરબી બિલ્ડર એસોસિએશનએ મુખ્યમંત્રીને માંગ કરી હતી.